પૂર્વ મંત્રી જયદ્રથસિંહ પરમારના ભાષણનો વિવાદ વકર્યો છે. આથી અખિલ ભારતીય સંત સમિતિએ ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યું છે. તેમજ કેટલાક હિંદુ સંગઠનોના આગેવાનોને તપાસના નામે હેરાન કરાયાના આક્ષેપ થયા છે. આથી સમગ્ર મામલે તટસ્થ તપાસની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
હાલોલમાં સ્નેહમિલન કાર્યક્રમમાં જયદ્રથસિંહે નિવેદન કર્યુ હતું કે હું જે છું એ ભાજપ કાર્યકરોના આશીર્વાદથી છું, બાવો કે મંગળદાસના નહીં. તો તરફ ભાજપે આ ભાષણને એડિટ કરીને વાયરલ કરાયાનો દાવો કર્યો હતો. આ મામલે ભાજપના આગેવાને પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. કોઈ ટીખળખોરે આ વીડિયો ધાર્મિક લાગણી દુભાય તે રીતે બનાવ્યો હોવાના આક્ષેપ થયા છે. આ ફરિયાદ સંદર્ભે હિન્દૂ સંગઠનોના આગેવાનોને હેરાન કરાતા હોવાનો દાવો થયો છે. તેમજ જયદ્રથસિંહના ભાષણથી સંતોની લાગણી દુભાઈ હોવાના પણ આક્ષેપ થયા છે. જો કે મીડિયા વીડિયોની પુષ્ટિ કરતું નથી.
વાયરલ વીડિયોથી વિવાદ થતાં સંત પ્રસાદ સ્વામી વીડિયોના એડિટિંગ પર નિશાન સાધી કહ્યું છે કે તંત્ર અને પોલીસ પાસે આટલા બધા સાધનો છે જે સાયબર ક્રાઇમને ગણતરીની મિનિટોમાં ઉકેલી શકે છે. જો જયદ્રથસિંહના દાવા મુજબ આ વીડીયો એડિટિંગ વાળો છે તો જરૂર વાયરલ કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ. અને જો વીડીયોમાં સત્યતા છે તો પોલીસે વગદાર લોકોની વગમાં ન આવી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.