ઇડીએ અહીંની એક વિશેષ અદાલતને જણાવ્યું હતું કેમહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખનો પુત્ર ઋષિકેશ દેશમુખ મની લોન્ડરિંગમાં સક્રિય સહભાગી હતો અને તેણે કમાયેલા નાણાંને ચેરીટી તરીકે ખોટી રીતે રજૂ કરવામાં તેના પિતાને સહાય કરી હતી.એજન્સીએ ઋષિકેશ દેશમુખ દ્વારા દાખલ કરાયેલી ધરપકડ પૂર્વની જોમીન અરજીનો વિરોધ કરતા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ કેસની સુનાવણી માટે નિયુકત કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કર્યુ હતું. વિશેષ અદાલતે આગોતરા જોમીન અરજીની સુનાવણી માટે ૪ ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે.
એજન્સીએ જણાવ્યું હતું કે ‘ઋષિકેશ દેશમુખ ગુનાની આવકના લોન્ડરિંગમાં સક્રિય સહભાગી હતો. અરજદારે તેના પિતા અનિલ દેશમુખને ખોટી રીતે કમાયેલા નાણાંને કંપનીઓના જટિલ વેબમાં લાવવામાં મદદ કરી હતી. ‘ જો ઋષિકેશ દેશમુખને ધરપકડથી રક્ષણ આપવામાં આવે છે, તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે અથવા ગુનાની કાર્યવાહીમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરી શકે છે. ઇડીએ કહ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ૧૧ કંપનીઓ પર પૂર્વ ગૃહમંત્રી અને તેમના પરિવારના સભ્યોનું નિયંત્રણ હતું. એફિડેવિટમાં જણાવ્યું હતું કે આમાંની મોટાભાગની કંપનીઓમાં, ઋષિકેશ કાં તો કંપનીના ડિરેકટર છે અથવા તેમાં શેરહોલ્ડર છે. ઋષિકેશે તેના પિતા સાથે મળીને વિવિધ બાર અને રેસ્ટોરન્ટમાંથી મળેલી ૪.૭૦ કરોડ રૂપિયાની લાંચની રકમનો ભાગ હવાલા દ્વારા તેના સહયોગીઓને બરતરફ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાજે દ્વારા ટ્રાન્સફર કર્યો હતો. તે પૈસા પછી સહયોગીઓ દ્વારા દેશમુખ પરિવાર દ્વારા સંચાલિત ટ્રસ્ટને દાન તરીકે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
દિલ્હીની શેલ કંપનીઓની મદદથી, ઋષિકેશે તેના પિતા અનિલ દેશમુખને બ્લેક મનીને લોન્ડર કરવામાં મદદ કરી હતી અને તેને ચેરીટી તરીકે દર્શાવીને બિનજરૂરી નાણાં તરીકે રજૂ કર્યા હતા. તેમાં કહેવામાં આવ્યું છે કે ઋષિકેશ દેશમુખે પરિવારના અન્ય સભ્યો સાથે મળીને કંપનીઓનું એક જટિલ નેટવર્ક બનાવ્યું હતું. જેમાં શંકાસ્પદ વ્યવહારો થયા હતા. ઇડીએ કોર્ટને જણાવ્યું કે ઋષિકેશે છ સમન્સ મોકલવા છતાં તપાસમાં સહકાર આપ્યો ન હતો. તેમની આગોતરા જોમીન અરજીમાં ઋષિકેશે દાવો કર્યો હતો કે તેમની અને તેમના પિતા વિરુદ્‌ઘ તપાસ શંકાસ્પદ રીતે શરૂ થઇ હતી. તપાસ કેટલાક નિહિત પ્રતિકૂળ હિતોને કારણે શરૂ કરવામાં આવી છે. સચિન વાજે અને પરમબીર સિંહ જેવા વ્યકિતઓ દ્વારા કેટલાક દેખીતી રીતે ખોટા આ-ોપો કરવામાં આવ્યા છે, જેની કોઇ વિશ્વસનીયતા નથી. ધરપકડ પૂર્વની જોમીન અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ અપ્રમાણિક લોકો પોતે ખંડણી, છેતરપિંડી અને હત્યાના ઘણા રેકેટમાં સંડોવાયેલા છે. ઇડીએ આ કેસમાં ૧ નવેમ્બરે અનિલ દેશમુખની ધરપકડ કરી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે.
સીબીઆઇએ ૨૧ એપ્રિલના રોજ ભ્રષ્ટાચાર અને સત્તાવાર હોદ્દાના દુરુપયોગના આરોપમાં એનસીપીના વરિષ્ઠ નેતા વિરૂદ્‌ઘ એફઆઇઆર નોંધ્યા બાદ ઇડીએ દેશમુખ અને તેના સહયોગીઓ સામે તપાસ શરૂ કરી હતી. ઇડીએ આ કેસમાં બે લોકોની પણ ધરપકડ કરી હતી. સંજીવ પલાંડે (એક વધારાના કલેકટર રેન્કના અધિકારી જે દેશમુખના અંગત સચિવ તરીકે કામ કરતા હતા) અને કુંદન શિંદે (દેશમુખના સહાયક) હતા. એજન્સીએ અગાઉ સ્પેશિયલ કોર્ટ સમક્ષ બંને વિરુદ્‌ઘ પ્રોસિકયુશન ફરિયાદ (ચાર્જશીટની સમકક્ષ) રજુ કરી હતી.”’