પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને દિલ્હીની અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન (એમ્સ)માં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ૧૨મી ઓક્ટોમ્બરે તેમને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી. જે બાદ તેમને સારવાર માટે દાખલ કરાયા હતાં.

પૂર્વ પ્રધાનમંત્રીને શ્વાસ લેવામાં તથા છાતીમાં દુખાવાની તકલીફ થઈ હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક અસરથી એઇમ્સના સીએન ટાવરમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. મનમોહન સિંહને એમ્સના કાર્ડિયોલોજિસ્ટ ડો.નીતિશ નાયકની ટીમની આગેવાની હેઠળ દેખરેખમાં રખાયા હતાં.

ઉલ્લેખનીય છે કે ૧૯ એપ્રિલે પણ મનમોહન સિંહ કોરોનાથી સંક્રમિત થયા હતા ત્યારે પણ તેમને એમ્સમાં દાખલ કરાયા હતા. તેમને હળવો તાવ હતો. તેમણે કોરોના વેક્સિનના બન્ને ડોઝ પણ લીધા હતા. ડોક્ટર મનમોહન સિંહ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને હાલમાં રાજ્યસભાના સાંસદ છે.