ભારતના પૂર્વ પ્રધાનમંત્રી ડો.મનમોહનસિંહના નિધન પર ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતની અર્થ વ્યવસ્થાને સમૃધ્ધ બનાવવાનું કામ પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે સફળ રીતે કર્યું હતું. દિલીપભાઈ સંઘાણીએ વધુમાં જણાવેલ કે, મનમોહનજીની સેવાઓ આર્થિક અને સામાજીક ક્ષેત્રે છવાયેલી છે. તેમના જવાથી સમગ્ર દેશ શોકાતુર બન્યો છે.