૧૯૮૪ના શીખ રમખાણના મામલામાં આજીવન કેદની સજા મેળવનાર દિલ્હીના પૂર્વ સાંસદ અને પૂર્વ કોંગ્રેસ નેતા સજ્જન કુમારે કોર્ટને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે તેમની પર આરોપ નક્કી કરવા માટે કહ્યું છે. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો દરમિયાન દિલ્હીના રાજનગરમાં ૨ શીખોની હત્યાના મામલામાં કોર્ટે પૂર્વ કોંગ્રેસ સાંસદ સજ્જન કુમારની વિરુદ્ધ આઇપીસીની ઘણી કલમો હેઠળ રમખાણો, હત્યા, લૂંટ વગેરેના આરોપ નક્કી કર્યા છે. ઔપચારિક રીતે આરોપ નક્કી કરવા માટે આ મામલો ૧૬ ડિસેમ્બરે લિસ્ટ છે.

સજ્જન કુમારને ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના મામલામાં દક્ષિણ-પશ્ચિમ દિલ્હીમાં પાલમ કોલોનીના રાજ નગર પાર્ટ-૧ વિસ્તારમાં પાંચ શીખોની હત્યા અને રાજ નગર પાર્ટ-૨માં એક ગુરુદ્વારા સળગાવવાના મામલામાં નીચલી કોર્ટે દ્વારા ૨૦૧૩માં કુમારને બરી કરવાના નિર્ણયને ફેરવી નાંખવામાં આવ્યો હતો. વર્ષ ૧૯૮૪માં પૂર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધીની હત્યા દરમિયાન સમગ્ર દેશના શીખોની વિરુદ્ધ હિંસા ભડકી હતી.

૨ નવેમ્બર ૧૯૮૪ના રોજ થયેલા હત્યાકાંડમાં દિલ્હી પોલીસે ૧૯૯૧માં જાણવા જાગ ફરિયાદ નોંધી હતી. જાકે કોઈ સબુત ન હોવાના કારણે આ મામલામાં ૧૯૯૩માં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. પછીથી કોર્ટ તેને ફગાવી દીધી હતી. ૧૯૮૪ના શીખ-વિરોધી રમખાણ ભારતીય શીખોની વિરુદ્ધના રમખાણ હતા. જે ઈન્દારા ગાંધીની હત્યા પછીથી થયા હતા.

વર્ષ ૧૯૮૪માં ઈન્દીરા ગાંધીની હત્યા તેમના જ બોડીગાર્ડે કરી હતી. જે શીખ હતા. સરકારનું કહેવું છે કે દિલ્હીમાં આ રમખાણમાં લગભગ ૨૮૦૦ શીખ માર્યા ગયા હતા અને સમગ્ર દેશમાં ૩૩૫૦ શીખ માર્યા ગયા હતા. એક અંદાજ એવો પણ છે કે આ દરમિયાન લગભગ ૮,૦૦૦-૧૭,૦૦૦ લોકોના મૃત્યુ થયા હતા. આ કેસની સુનાવણી કરતા ૧૭ ડિસેમ્બર ૨૦૧૮એ દિલ્હી હાઈકોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં સજ્જનને આજીવન કેદ અને અન્ય આરોપીઓને ૧૦-૧૦ વર્ષની સજા કરવામાં આવી.