સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાણીની તંગી અને સુકાના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડ દ્વારા ‘કલ્પસર યોજના’ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારને પત્રો લખીને માંગણી કરવામાં આવી હતી. આ યોજના માટે રૂ. ૨,૦૦૦ કરોડના અંદાજિત ખર્ચની માંગ કરવામાં આવી હતી. આ માંગની કાર્યવાહી શરૂ કરવા રાજ્યના નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના ઇજનેર અને અધિક સચિવ દ્વારા પ્રોજેક્ટ અહેવાલની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અહેવાલ તૈયાર કરવાની જવાબદારી કેન્દ્ર સરકારના અર્થશાસ્ત્ર વિભાગ હેઠળની ચેન્નાઇ સ્થિત સંસ્થા દ્ગઝ્રઝ્રઇ ને સોંપવામાં આવી છે. આ ઉપરાંત, ૮ ઓક્ટોબરે એક્સપર્ટ એડવાઇઝરી ગ્રૂપની બેઠકમાં પણ આ પ્રોજેક્ટ અહેવાલ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. આ અહેવાલના આધારે સમગ્ર પ્રોજેક્ટને અમલી બનાવવા રાજ્ય અને કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવશે. આ માટે પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડને આ માહિતી આપવામાં આવી છે.