(એ.આર.એલ),પટણા,તા.૨૦
બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં પૂર્વ વોર્ડ કાઉન્સલર વિજય ઝાની ધરપકડ કરવામાં આવી હતી. અપ્રમાણસર સંપત્તિના કેસમાં ત્રણ દિવસથી તેના સ્થાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. પૂર્વ કાઉન્સલર પાસેથી જંગી માત્રામાં સોનું, દારૂ અને ૧૬ કરોડની બેનામી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. દરમિયાન આવકવેરાની ટીમે કોઠીયા Âસ્થત શાળામાંથી ૫ ગેરકાયદેસર પિસ્તોલ પણ કબજે કરી છે. આ પછી પૂર્વ વોર્ડ કાઉન્સલર વિજય ઝાની ધરપકડ કરવામાં આવી હતી.
ઈન્કમટેક્સની આ કાર્યવાહીથી મોટી સંપત્તિ ધરાવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. પોલીસે વિજય ઝાની પુરાણી બજારમાં સ્થત મા સવિતા વિવાહ ભવનની ઓફિસમાંથી ધરપકડ કરી છે. આ દરમિયાન તેમના ઘરની બહાર મોટી ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી હતી.
ઈન્કમટેક્સ ટીમને પૂર્વ કાઉન્સલરના ઘરેથી હથિયાર, રોકડ, દારૂ સહિતના અનેક દસ્તાવેજા મળ્યા છે. આઈટીના દરોડા દરમિયાન તેમની પત્ની સીમા ઝા વોર્ડ કાઉન્સલરની તબિયત લથડી હતી. તેની સારવાર ચાલી રહી છે. ટીમે વિજય ઝાના ઘર અને બિઝનેસ પરિસરમાંથી રૂ. ૯૫ લાખ રોકડા, આશરે રૂ. ૧૬ કરોડના જમીન રોકાણ સાથે સંબંધિત દસ્તાવેજા અને મોટી માત્રામાં સોનું રિકવર કર્યું છે.
એસએસપી રાકેશ કુમારે કહ્યું કે પૂર્વ વોર્ડ કાઉન્સલરની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેની પત્ની સીમા ઝા પણ આરોપી છે. હજુ સુધી તેની ધરપકડ કરવામાં આવી નથી. રાકેશ કુમારે કહ્યું કે તપાસમાં પુરાવા મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સીમાની ધરપકડના ડરને કારણે તેના ઘરની સામે મોટી સંખ્યામાં સમર્થકો એકઠા થયા છે.
પોલીસે જણાવ્યું કે વિજય ઝાના પરિસરમાંથી ૧૬ કરોડ રૂપિયાની જમીનમાં રોકાણના દસ્તાવેજા મળી આવ્યા છે. જિલ્લા ઉપરાંત બિહાર બહાર અન્ય રાજ્યોમાં ખરીદેલા ફ્લેટ અને જમીનના દસ્તાવેજા પણ મળી આવ્યા છે. વિભાગીય અધિકારીઓએ ઝડપાયેલ ગેરકાયદેસર દારૂ અને ગેરકાયદેસર હથિયારો સ્થાનિક પોલીસને સોંપી દીધા છે. બેંકમાં રોકડ જમા થઈ ગઈ છે. ટીમે ઘરમાંથી મળેલા દસ્તાવેજાને બે બેગમાં પેક કરીને પોતાની સાથે લઈ ગયા છે.