૪ ડિસેમ્બરે ફિલ્મ ‘પુષ્પા-૨’ના સ્ક્રિનિંગ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગની તપાસના સંદર્ભમાં પ્રખ્યાત તેલુગુ ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુન મંગળવારે ચિક્કડપલ્લી પોલીસ સમક્ષ હાજર થયો હતો. આ દરમિયાન તેમને અનેક પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. અભિનેતાને નોટિસ પાઠવીને આજે સવારે ૧૧ વાગ્યે પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ સ્ટેશનથી નીકળતા પહેલા તેમણે હાથ મિલાવીને ભીડનું અભિવાદન કર્યું હતું. પોલીસ સ્ટેશન પહોંચીને પોલીસે અલ્લુ અર્જુનને એક પછી એક ઘણા સવાલો પૂછ્યા.તેની લગભગ ત્રણ કલાક પુછપરછ કરવામાં આવી હતી
પોલીસે અભિનેતાને આ પ્રશ્નો પૂછ્યાઃ
૧.શું તમે જાણો છો કે પોલીસને પ્રીમિયરમાં આવવાની મંજૂરી નહોતી?
૨.પોલીસની પરવાનગી ન મળી હોવા છતાં સ્પેશિયલ સ્ક્રીનીંગમાં હાજરી આપવાનું કોણે નક્કી કર્યું?
૩. શું કોઈ પોલીસ અધિકારીએ તમને બહાર નાસભાગ વિશે જાણ કરી હતી?
૪.તમને મહિલાના મૃત્યુ વિશે ક્યારે ખબર પડી?
સૂત્રોએ જણાવ્યું કે તપાસ દરમિયાન પોલીસ એ જાણવા માંગતી હતી કે શું અર્જુનને થિયેટરમાં આવવા દેવામાં આવ્યો હતો અને શું તેને થિયેટરની બહાર ચાહકો સાથે વાતચીત કરવાની મંજૂરી આપવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે ૪ ડિસેમ્બરે ‘પુષ્પા-૨’ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગ મચી જવા છતાં અલ્લુ અર્જુન સિનેમા હોલમાંથી બહાર નીકળ્યો ન હતો. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. હૈદરાબાદના પોલીસ કમિશનર સીવી આનંદે તાજેતરમાં પોલીસ દ્વારા બનાવેલ એક વીડિયો બતાવ્યો હતો, જેમાં નાસભાગના સમયેની સ્થિતિ દર્શાવવામાં આવી હતી. એવો આરોપ છે કે જ્યારે સિનેમા હોલમાં નાસભાગ મચી ગઈ ત્યારે અલ્લુ અર્જુન દ્વારા નિયુક્ત ‘બાઉન્સર્સ’એ ભીડ સાથે પોલીસકર્મીઓને ધક્કો માર્યો હતો. આ અંગે પોલીસ કમિશનરે ચેતવણી આપી હતી કે જા ‘બાઉન્સરો’ ખરેખર ફરજ પરની પોલીસ સાથે ગેરવર્તન કરશે તો કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ વીડિયો ન્યૂઝ ચેનલો અને મોબાઈલ કલીપ્સમાંથી ફૂટેજ એકત્ર કરીને બનાવવામાં આવ્યો છે. અભિનેતા અડધી રાત સુધી સિનેમા હોલમાં જ રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. આનંદે વીડિયો પર કોઈ ટિપ્પણી કરી ન હતી પરંતુ કહ્યું હતું કે મીડિયા તેના પોતાના તારણો કાઢી શકે છે.
તેણે કહ્યું કે તેણે અને અન્ય પોલીસ અધિકારીઓએ અલ્લુ અર્જુનના મેનેજરને મહિલાના મૃત્યુ વિશે જાણ કરી અને કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણની બહાર છે. અધિકારીએ કહ્યું કે તેને અભિનેતાને મળવા દેવામાં આવ્યો ન હતો. અલ્લુ અર્જુનના સ્ટાફ મેમ્બરોએ તેને કહ્યું હતું કે તેઓ આ બાબતને અભિનેતાના ધ્યાન પર લઈ જશે, પરંતુ તેઓએ તેમ કર્યું નહીં. અધિકારીએ કહ્યું કે તે પછીથી અભિનેતા સુધી પહોંચવામાં સફળ રહ્યો, તેને મહિલાના મૃત્યુ વિશે જાણ કરી અને તેને સિનેમા હોલ છોડવા કહ્યું જેથી ચાહકો તેની એક ઝલક જાવાનો પ્રયાસ કરતી વખતે એકબીજાને નુકસાન ન પહોંચાડે. તેણે કહ્યું કે બાદમાં એક વરિષ્ઠ અધિકારી સાથે અધિકારીઓ અંદર ગયા અને અભિનેતાને બહાર લાવ્યા.