વિકી કૌશલની આગામી ફિલ્મ ‘છાવા’ બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મની રિલીઝ ડેટ ઘણા સમય પહેલા નક્કી કરવામાં આવી હતી, જે ૬ ડિસેમ્બર છે, પરંતુ હવે નવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ ફિલ્મ મોકૂફ રાખવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ માટે નવી રિલીઝ ડેટ નક્કી કરવામાં આવી રહી છે. તેનું કારણ પણ સ્પષ્ટ છે, ફિલ્મ ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ સાથે ટકરાઈ રહી છે, જેને ધ્યાનમાં રાખીને રિલીઝ ડેટ બદલવાનો વિચાર આવ્યો છે. ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’ની સિક્વલ છે. આવી સ્થિતિમાં જો ક્લેશ થાય છે તો વિકી કૌશલની ફિલ્મને કમાણીના મામલે નુકસાન વેઠવું પડી શકે છે.
૨૦૨૪નું વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે અને આ વર્ષ પૂરા થતા પહેલા જ ફિલ્મપ્રેમીઓને ઘણી બધી શાનદાર ફિલ્મો આપવા જઈ રહ્યું છે. છેલ્લા બે મહિનામાં પણ ઘણી ફિલ્મો લાઇનઅપમાં છે. વર્ષના અંતમાં ઘણી મોટા બજેટની ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. દિવાળીના અવસર પર ‘સિંઘમ અગેઇન’ અને ‘ભૂલ ભૂલૈયા ૩’ વચ્ચે જારદાર ટક્કર જાવા મળી હતી અને હવે ડિસેમ્બરમાં પણ આવી જ મેગા ક્લેશ જાવા મળી રહી છે. પહેલાથી જ નિર્ધારિત રિલીઝ ડેટ મુજબ, અલ્લુ અર્જુનની ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ અને વિકી કૌશલની ‘છાવા’ એક દિવસના અંતરે રિલીઝ થઈ રહી છે. ‘પુષ્પા ૨’ ૫મી ડિસેમ્બરે જ રિલીઝ થશે અને છાવાની રિલીઝ ડેટ ૬ ડિસેમ્બર છે.
એક નવા અહેવાલમાં જણાવાયું છે કે ‘છાવા’ના નિર્માતાઓએ અથડામણ અને સંભવિત વ્યાપારી અસરને ટાળવા માટે તેની રિલીઝ ડેટ બદલવાનો નિર્ણય કર્યો છે. વધુમાં તેઓ અગાઉની રીલીઝ તારીખ પસંદ કરે તેવી શક્યતા છે જેની પુષ્ટિ કરવામાં આવી નથી. હજુ પણ નવી રિલીઝ તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરિણામે, અલ્લુ અર્જુન સ્ટારર બોક્સ ઓફિસ પર સોલો રિલીઝનો આનંદ માણશે, જે તેને મોટો ફાયદો આપશે. ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’નું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના તેમની પ્રખ્યાત ભૂમિકામાં છે. આ ફિલ્મમાં ફહાદ ફાસિલ, ધનંજય, જગદીશ સુનીલ અને અજય ઘોષ પણ મહત્વની ભૂમિકામાં છે. દરમિયાન, વિકી કૌશલની ‘છાવા’ એક ઐતિહાસિક મહાકાવ્ય ફિલ્મ છે જે શિવાજી સાવંતની એ જ નામની મરાઠી નવલકથાનું રૂપાંતરણ છે. યોગાનુયોગ, તેમાં રશ્મિકા પણ સંભાજીની પત્ની યેસુબાઈની મહત્વની ભૂમિકામાં જાવા મળશે. જેમાં દિવ્યા દત્તા, અક્ષય ખન્ના, આશુતોષ રાણા અને અન્ય કલાકારો છે. તે લક્ષ્મણ ઉતેકર દ્વારા નિર્દેશિત છે અને દિનેશ વિજન દ્વારા નિર્મિત છે.