(એચ.એસ.એલ),મુંબઇ,તા.૨૪
મહાકાળીના અવતારમાં જોવા મળ્યો અલ્લુ અર્જુન, ફિલ્લમાંથી સીન હટાવવાની માંગ જા સીન હટાવવામાં નહિ આવે તો ફિલ્મનો બહિષ્કાર કરવામાં આવશે.અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા ૨’ની લાંબા સમયથી રાહ જાવામાં આવી રહી છે. એવામાં ફિલ્મની રિલીઝને લઈ વિવાદ સર્જાયો છે. હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ હિસારના કુલદીપ કુમારે નોંધાવી છે. આ ફરિયાદમાં ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ફરિયાદી કુલદીપ કહે છે કે ‘પુષ્પાઃ૨ ધ રૂલ’ ના ટ્રેલરમાં અલ્લુ અર્જુનને અર્ધનારીશ્વરની ભૂમિકામાં બતાવવામાં આવ્યો છે. તેમાં મા કાળીના અવતારમાં જાવા મળે છે. કુલદીપ કુમારના મતે આ દ્રશ્ય ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યું છે. ફરિયાદીએ ફિલ્મમાંથી મા કાળી અને અલ્લુ અર્જુનના અર્ધનારીશ્વરના સીનને હટાવવાની માંગ કરી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જા આમ નહીં કરવામાં આવે તો હરિયાણામાં આ ફિલ્મને રિલિઝ થવા દેશે નહીં.
હાલમાં, ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ ફિલ્મ પર પોલીસ દ્રારા કોઇ કેસ નોંધાવામાં આવ્યો નથી. પોલીસનું કહેવું છે કે તેઓ આ મામલે પહેલા વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરશે. ફિલ્મ રિલિઝ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે અને તેનો કલાઇમેકસ સીન હજુ શૂટ થયો નથી. આવી Âસ્થતિમાં ફિલ્મ વધુ એક મુશીબતમાં ફસાતી જાવા મળી રહી છે.