ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે અન્નામાલૈએ મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનથી પુર પ્રભાવિત લોકોને ૫ હજોરની નાણાંકીય મદદ આપવા પર વિચાર કરવાની વિનંતી કરી છે કારણ કે વરસાદથી સામાન્ય લોકોની આજીવિકાને ખુબ ખરાબ રીતે પ્રભાવિત કરી છે.કોલાત્તુર સહિત અન્ય વરસાદ પ્રભાવિત વિસ્તારોનો પ્રવાસ કર્યા બાદ ટ્‌વીટ કરી અન્નામાલૈએ કહ્યું કે આ ખુબ જ શર્મની વાત છે કે અમારા મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના નેતૃત્વવાળા વિધાનસભા વિસ્તાર કોલાત્તુરમાં લોકોને પોતાના જ ઘરમાં જવા માટે હોડીનો સહારો લેવો પડી રહ્યો છે.ગત ૧૦ વર્ષથી સ્ટાલિન આ વિસ્તારના ધારાસભ્ય છે પરંતુ માર્ગો પર પાણી ભરાઇ જોય છે મોટાભાગના ઘરોમાં વિજળી નથી અને લોકોની આજીવિકા પુરી રીતે પ્રભાવિત થઇ રહી છે આ એક દિવસની વાત નથી પરંતુ વાર્ષિક ઘટના રહી છે.
બીજો ટ્‌વીટમાં તેમણે કહ્યું કે લોકોને સંકટમાં જોઇ હું ખુબ દુખી છું માર્ગો પર પુરી રીતે પાણી ભરાઇ ગયા છે અને સત્તાધારી પાર્ટીના ધારાસભ્યો જોવા મળી રહ્યાં નથી લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે તેમની આજીવિકા પ્રભાવિત થઇ રહી છે
દરમિયાન અન્નામાલૈની ચેન્નાઇમાં પુરગ્રસ્ત વિસ્તારોના પ્રવાસ કરતી એક કહેવાતી ફોટોની સોશલ મીડિયા પર ટીકા થઇ રહી છે. અન્નામાલૈનું પોતાની પાર્ટીના સાથી કારૂ નાગરાજનની સાથે આરામથી ઉડા પાણીમાં હોડીમાં બેસતી વીડિયો સોશલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહી છે.