દેશની પુર્વીય ક્ષેત્રમાં અરુણાચલથી લદાખ સુધીની ચીન સાથેની સરહદ પર પાડોશી દેશોની સેનાની ભારે જમાવટનો જવાબ આપવા ભારતના ભૂમી તથા હવાઈદળે પુર્વીય લદાખમાં એરબોર્ન ઈર્ન્સ્‌ટેશન એન કોમ્બેટ હવામાંથી સીધા જમીન પર ઉતરીને દુશ્મન દેશના સૈન્યને ઓચિંતા જ ભીસમાં મુકવાની જબરી હવાઈ કવાયત શરુ કરી છે. આ કવાયતમાં ભારતીય ભૂમિને સુરક્ષિત રાખીને દુશ્મનની સેનાને તેની જ સરહદમાં પીછેહઠ કરવા મજબૂર કરવાના દ્દશ્યો સર્જાયા હતા.
આ હુમલામાં દુશ્મન દળોની ટેન્કને ફુંકી મારવામાં અને હેલીકોપ્ટરને તોડી પાડવાની કવાયત પણ હાથ ધરવામાં આવી હતી તથા દુશ્મન દળોને ભારે નુકશાન પહોંચાડાયું હતું. પુર્વીય લદાખમાં ૧૪૦૦૦ ફુટની ઉંચાઈએ અને માઈનસ ૨૦ ડીગ્રી તાપમાનમાં ભૂમી અને હવાઈદળના હજારો જવાનો આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. આ કવાયતનો હેતુ સૈન્યની ક્ષમતા ચકાસવાનો અને જરૂરી નવા શ† સરંજામ ઉપલબ્ધ પુરા પાડવા તથા લશ્કરી વ્યુહોની ચકાસણીનો છે.
હાલમાં જ ભારતે અગ્નિ ૫ મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યુ તે પણ ચીનને લક્ષ્યમાં રાખીને જ કરવામાં આવ્યું હતું. પુર્વીય લદાખમાં ભારત અને ચીનની સેના લગભગ સામસામે ઉભી છે જેમાં પોઈન્ટ ૧૫ પર બન્ને દેશોનો દાવો છે અને હોટસ્પીંગ સહિતના ક્ષેત્રમાં જે રીતે ચીને ઘુસમેઠ કરી છે તે મુદે તા.૧૦ ઓકટોના બન્ને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી પણ કોઈ પરિણામ આવ્યુ નથી અને હજું ભવિષ્યમાં આ સરહદ પર તનાવ ઘટે તેવી કોઈ શકયતા નથી.
ભારત અને ચીને અહી ૫૦૦૦૦ સૈનિકોને હેક મોર્ટાર જમીન પરથી હાલમાં પ્રહાર કરી શકતા મિસાઈલને તૈનાત કર્યા છે. હાલમાં જ આ ક્ષેત્રની મુલાકાત લેનાર ભાજપ ભૂમિ દળના વડા જનરલ એમ.એમ.નારવણેએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ચીની સેના જા અહી તૈનાત રહેશે તો ભારતીય સેના પણ રહેશે. ભારતને ચીન વચ્ચે આ પુર્વીય લદાખથી છેક અરુણાચલ સુધીની ૩૪૮૮ કિમી લાંબી સરહદ પર સતત તનાવ વધી રહ્યો છે. ગઈકાલથી ભારતીય સૈન્યની કવાયત શરુ થઈ છે
જેમાં આગ્રા સ્થિત શત્રજીત બ્રિગેડના ૨૦૯ પેરા સ્પેશ્યલ ફોર્સના જવાનો, ખાસ વાહનો, મીસાઈલ લોન્ચર તથા અન્ય હેવી પે-લોડ સાથે ભાગ લઈ રહ્યા છે અને તેઓને સી૧૩૦ જે સુપર હકર્યુલીસ અને એએન-૩૨ એરક્રાફટ દ્વારા ‘દુશ્મન ભૂર્મિ પર એરડ્રોપ કરાયા હતા.તેઓએ તુર્ત જ એકશનમાં આવી દુશ્મન સેનાના સૈનિકોને ઘેરીને ખત્મ કર્યા હતા અને બાકીના દળોને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. આ કવાયતનો હેતુ જવાનોને ફ્રીફોલ જમ્પ અને એરબોર્ન ફોર્સને યુદ્ધની તાલીમ આપવાની છે.