પુરીના ગુંડીચા મંદિરમાં મંગળવારે રાત્રે ૯ વાગે દુર્ઘટના ઘટી હતી, જેમાં ભગવાન બલભદ્રની મૂર્તિ સેવકો પર પડી હતી. જેમાં ૯ લોકો ઘાયલ થયા હતા. હકીકતમાં ૮મી જુલાઈએ રથયાત્રા બાદ ગુંડીચા મંદિરમાં પહાડી વિધિ ચાલી રહી હતી. સેવકો ભગવાનની મૂર્તિઓને રથમાંથી ઉતારીને મંદિરમાં લઈ જતા હતા. બલભદ્રજીને ઉતારતી વખતે સેવકો રથના ઢોળાવ પર લપસી પડ્યા અને મૂર્તિ તેમના પર પડી. જેમાં ૯ જણાં ઘાયલ થયા હતા. ૫ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જાકે, મૂર્તિને કોઈ નુકસાન થયું નથી.
ઈજાગ્રસ્ત સેવકે જણાવ્યું કે મૂર્તિ સાથે બાંધેલા દોરડામાં કોઈ સમસ્યાને કારણે આ અકસ્માત થયો હતો. હોસ્પિટલમાં દાખલ બે લોકોને રજા આપવામાં આવી હતી અને તેઓ ધાર્મિક વિધિમાં જાડાયા હતા. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી અને ઘાયલ સેવકોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી.
તેમણે કાયદા પ્રધાન પૃથ્વીરાજ હરિચંદનને તાત્કાલિક પુરી જઈને યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો હતો. નાયબ મુખ્યમંત્રી પ્રાવતિ પરિદા પણ પુરી ગયા હતા. તેમણે કહ્યું કે અમે આગળની કાર્યવાહી માટે મુખ્યમંત્રીને રિપોર્ટ કરીશું.
પુરીમાં રથયાત્રા દરમિયાન ભગવાન બલભદ્રના તાલધ્વજ રથને ખેંચતી વખતે એક ભક્તનું ગૂંગળામણથી મૃત્યુ થયું હતું. તેને હોસ્પીટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ ઉપરાંત ભીડમાં ગૂંગળામણને કારણે ૮ લોકોની તબિયત લથડી હતી. બાદમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઓડિશાના સીએમ મોહન ચરણ માઝીએ મૃતકના પરિજનોને ૪ લાખ રૂપિયા અને ઘાયલોને મફત સારવાર આપવાની જાહેરાત કરી છે.
દુર્ઘટના પછી તરત જ ભગવાન જગન્નાથ, દેવી સુભદ્રા અને ભગવાન બલભદ્રની પૂજા ફરી શરૂ થઈ અને તમામ મૂર્તિઓને ગુંડીચા મંદિરની અંદર લઈ જવામાં આવી, જે તેમનું જન્મસ્થળ માનવામાં આવે છે. ભગવાન અહીં ૧૫મી જુલાઈ સુધી રોકાશે. તે જ દિવસે બહુડા યાત્રા થશે. ત્રણેય મૂર્તિઓ એક જ દિવસે મૂળ મંદિરમાં પરત ફરશે.
ગુંડીચા મંદિર પુરીના જગન્નાથ મંદિરથી માત્ર ૩ કિમી દૂર છે. મહાપ્રભુ દર વર્ષે જ્યારે પણ અહીં પહોંચે છે, તેના એક મહિના પહેલાંથી જ ગુંડીચા મંદિરના ૫૦૦ મીટરના ભાગમાં દરેક ઘરમાં ભગવાનના આગમનની તૈયારીઓ શરૂ થઈ જાય છે. લોકો શુદ્ધ, સાિ¥વક થઈ જાય છે. નોનવેજ ભોજન છોડી દે છે. રથયાત્રાના સાતેય દિવસ લોકો નવાં કપડાં પહેરે છે અને મહાપ્રભુના પૂજન પછી મળતો અભડા પ્રસાદ ખાઈને જ દિવસની શરૂઆત કરે છે.