રાજુલાના જુના વિસળીયા ગામે પુત્રી સાથે વાત કરતાં યુવકને સમજાવવા જતાં પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે હરીભાઈ સુરાભાઈ બારૈયા (ઉ.વ.૪૦)એ વિજયભાઈ ગીગાબાઈ ગુજરીયા તથા કુરીબેન ગીગાબાઈ ગુજરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, વિજયભાઈ ગીગાભાઈ ગુજરીયા તેમની પુત્રી સાથે અવારનવાર વાતચીત કરતો હતો. જેથી તેને સમજાવવા જતાં સારું નહોતું લાગ્યું અને લોખંડની ટીથી મુંઢમાર માર્યો હતો. તેમજ ગાળો આપી પથ્થરના ઘા મારી માથાના ભાગે ઈજા પહોંચાડી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.એન. જોષી વધુ તપાસ કરી રહ્યા છે.