રાજ્યમાં સાસરિય પક્ષ તરફથી અનેકવાર પુત્રવધુ પર દહેજ માંગવા કે અન્ય કોઈ બાબતે ત્રાસ આપતા હોવાની ઉઠવા પામી છે, ત્યારે આ વચ્ચે રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાંથી આ જ પ્રકારની એક ઘટના સામે આવી છે.
હકીકતમાં, ફરિયાદી એવા અવનીબેનના ૨૦૧૦માં કલોલની એક સોસાયટીમાં રહેતા રૂશીન કૃષ્ણકાંત ત્રિવેદી સાથે મુજબ લગ્ન થયા હતા અને ત્યારબાદ પત્નીને કેનેડા બોલાવાઈ હતી. જ્યાં વર્ષ ૨૦૧૨માં પ્રથમ પુત્રીનો જન્મ થયા બાદ તેમના સાસરિયા પક્ષના લોકો દ્વારા પુત્રને જન્મ આપ્યો ન હોવાના કારણે દહેજની માંગણી કરાઈ હતી અને ત્રાસ ગુજોરવામાં આવી રહ્યો હતો.
આ દરમિયાન દરમિયાન દિયરના લગ્ન હોવાથી નવેમ્બરમાં અમે કેનેડાથી ગાંધીનગર આવ્યા હતા, જ્યાં લગ્નના ચાર દિવસ પહેલા સસરાએ અવનીબેન સાથે ઝઘડો કરીને માર માર્યો હતો અને પરિણાતાનો વિદેશનો પાસપોર્ટ તેમજ અસલ ડોક્યુમેન્ટ્સ પડાવી લીધા હતા. આ સાથે તેઓએ તારા પિયરમાંથી ૪૦ લાખ લઈ આવીશ ત્યારે તને પાસપોર્ટ મળશે અને ધમકી પણ આપવામાં આવી છે કે, જો તે પિયરમાંથી ૪૦ લાખ રૂપિયા દહેજ નહીં લાવે તો તેને સંતાનો સાથ જોનથી મારી નાખશે.
લગ્નના ચાર દિવસ પહેલા સસરા કૃષ્ણકાંતે અવનીબેન સાથે ઝઘડો કરીને માર માર્યો હતો અને ટોઈલટના બ્રશથી માર મારી ટોઈલેટમાં પૂરી દઈ બંને સંતાનો અને પરિણાતાનો વિદેશનો પાસપોર્ટ તેમજ અસલ ડોક્યુમેન્ટ્સ પડાવી લી હતા અને મારા પુત્રને કેનેડા મોકલવાનો ખર્ચ થયો હોવાથી તારા પિયરમાંથી ૪૦ લાખ લઈ આવીશ ત્યારે તને પાસપોર્ટ મળશે તેવું કહ્યું હતું. સમગ્ર મામલે કલોલ પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.