બાબરાના મોટા દેવળીયા ગામે રહેતા એક યુવકને જામબરવાળા ગામની યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જેને લઈ તેના પિતા પર હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે મોટા દેવળીયા ગામે રહેતા સવજીભાઈ જગાભાઈ દાફડા (ઉ.વ.૪૮)એ જામબરવાળાના મનોજભાઈ ગોવિંદભાઈ પરમાર તથા બે અન્ય ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પુત્રને તથા મનોજભાઈની પત્નીને ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો.
અઠવાડિયા પહેલા ગોવિંદભાઈના પત્ની, તેમનો દીકરો હૈદરાબાદ મુકામે હોય ત્યાં તેમની સાથે રહેવા જતા રહ્યા હતા. જે બાબતનું મનદુઃખ રાખી આરોપીઓએ તેઓ મોટા દેવળીયા ગામે આવેલ સ્મશાનમાં મજૂરી કામ કરતાં હતા ત્યાં આવી આડેધડ ઘા મારી, ગંભીર ઇજા પહોંચાડી હતી. બાબરા પોલીસ સ્ટેશનના પ્રોબેશનરી એએસઆઈ આર. વી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.