ખાંભાના ભાવરડી ગામે રહેતા એક પુત્રએ તેના પિતા પાસે વાપરવાના પૈસા માંગ્યા હતા. જેથી તેમણે ના પાડતાં ફળીયામાં પડેલી ઈંટનો છુટ્ટો ઘા માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રાણીંગભાઈ રામભાઈ ધાખડા (ઉ.વ.૭૦)એ વલકુભાઈ રાણીંગભાઈ ધાખડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમના ઘરે હાજર હતા અને મેરામભાઈ સાથે વાતચીત કરતા હતા. આ સમયે આરોપીએ આવી વાપરવાના રૂપિયા માંગ્યા હતા. જેથી તેમણે આપવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગાળો આપી હતી. તેમજ ફળીયામાં પડેલી ઈંટનો છુટ્ટો ઘા કરીને ઈજા પહોંચાડી હતી. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એમ. ગમારા વધુ તપાસ કરી રહ્યા છે.





































