રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ ખતરનાક બની રહ્યું છે. તાજેતરમાં, યુક્રેને રશિયાની અંદર તેના ઘણા એરબેઝ પર ઘાતક ડ્રોન હુમલો કર્યો હતો. યુક્રેન દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ઘણા રશિયન બોમ્બર્સ અને અન્ય વિમાનો નાશ પામ્યા હતા. હવે રશિયાએ પણ યુક્રેન દ્વારા કરવામાં આવેલા આ હુમલાનો કડક જવાબ આપવાનું નક્કી કર્યું છે. આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટો ખુલાસો કર્યો છે. સીએનએન અનુસાર, ટ્રમ્પે કહ્યું છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમને ફોન પર કહ્યું છે કે તેઓ યુક્રેનના ડ્રોન હુમલાનો જવાબ આપશે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે બુધવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી છે. જાકે, ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ વાતચીતથી યુક્રેનમાં યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થવાનું નથી. ટ્રમ્પ અને પુતિન વચ્ચેનો આ ફોન કોલ યુક્રેન દ્વારા રશિયન એરપોર્ટ પર ડ્રોન હુમલા પછી થયો હતો. ટ્રમ્પે કહ્યું છે કે તેમણે પુતિન સાથે ૭૫ મિનિટ સુધી ફોન પર વાત કરી છે અને ડ્રોન હુમલાના મુદ્દા પર ચર્ચા કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ‰થ સોશિયલ પર લખ્યું – “પુતિન અને મેં યુક્રેન દ્વારા ડોક કરાયેલા રશિયન વિમાનો પરના હુમલા અને બંને દેશો દ્વારા કરવામાં આવતા અન્ય હુમલાઓ અંગે ચર્ચા કરી છે. આ ખૂબ જ સારી વાતચીત હતી પરંતુ તાત્કાલિક શાંતિ સ્થાપિત કરી શકે તેવી નહીં. પુતિને નિશ્ચિતપણે કહ્યું છે કે તેમણે રશિયન એરબેઝ પર તાજેતરના હુમલાનો જવાબ આપવો પડશે.”
ડોનાલ્ડ ટ્રમ્પે માહિતી આપી છે કે પુતિન અને તેમની વચ્ચે ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે પણ ચર્ચા થઈ છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, બંને નેતાઓ સંમત થયા હતા કે ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો ન હોવા જાઈએ. ટ્રમ્પે કહ્યું છે કે પુતિન પણ ઈરાન સાથેની ચર્ચામાં જોડાશે. પુતિને ટ્રમ્પને કહ્યું છે કે તેઓ ઈરાન સાથેની ચર્ચામાં ભાગ લેશે અને કદાચ આ મુદ્દાને શક્ય તેટલી વહેલી તકે નિષ્કર્ષ પર લાવવામાં મદદ કરી શકે છે.
રશિયન એરબેઝ પર યુક્રેન દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં રશિયાને ઘણું નુકસાન થયું છે. યુક્રેને દાવો કર્યો છે કે તેના ડ્રોને રશિયામાં ૪૧ બોમ્બર અને અન્ય વિમાનોને નિશાન બનાવ્યા છે. તેમાં છ-૫૦,ટીયુ-૯૫,ટીયુ -૨૨સ્૩ અને ટીયુ-૧૬૦નો સમાવેશ થાય છે. યુક્રેને કુલ ૧૧૭ ડ્રોનની મદદથી ૫ રશિયન એરબેઝ પર હુમલો કર્યો. યુક્રેને કહ્યું છે કે રશિયાના ૩૪% વ્યૂહાત્મક મિસાઇલ કેરિયર એરક્રાફ્ટને નુકસાન થયું છે અથવા નાશ પામ્યા છે. તેમની અંદાજિત કિંમત ૭ બિલિયનથી વધુ છે.










































