રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પોતાના પ્રોફેશ્નલ જીવનને લઈને જેટલા ઓળખાય છે એટલો જ તેમનો પરિવાર પ્રાઈવસીને લઈને ચર્ચામાં રહે છે. પુતિનની વ્યક્તિગત જિંદગી અને તેનો પરિવાર હંમેશાથી એક રહસ્ય બનેલો છે પરંતુ યુક્રેન વિરુદ્ધ જંગ કર્યા બાદ પુતિનના પરિવાર વિશે પણ નવી નવી જોણકારીઓ સામે આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પુતિનની પુત્રી કેટરિના તિખોનોવા એક બેલે ડાન્સર ઈગોર જેલેન્સ્કી સાથે સંબંધમાં છે !
રશિયન સ્વતંત્ર મીડિયા અને જર્મન પત્રિકામાં દાવો કરવામાં આવ્યો છે કે જેલેન્સ્કી અને પુતિનની પુત્રી કેટરિના તિખોનોવાની એક પુત્રી પણ હોઈ શકે છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે ઈગોર જેલેન્સ્કી જર્મનીના મ્યુનિખનો રહેવાસી છે અને ૨૦૧૮થી ૨૦૧૯ વચ્ચે પુતિનની પુત્રીએ ૫૦થી વધુ વખત મ્યુનિખની યાત્રા કરી છે.
અહેવાલોમાં એક દસ્તાવેજનો પણ ઉલ્લેખ છે જેમાં પુતિનની પુત્રીની યાત્રાનો રેકોર્ડ છે. આ દસ્તાવેજમાં મોસ્કોથી મ્યુનિખની યાત્રાઓનો રેકોર્ડ છે. જણાવાઈ રહ્યું છે કે આ દસ્તાવેજોમાં બે વર્ષની બાળકીનો પાસપોર્ટ પણ સામેલ છે જે પુતિનની અજોણી પૌત્રી હોઈ શકે છે.
કેટરિનાએ મ્યુનિખની યાત્રા માટે રાષ્ટ્રપતિ સુરક્ષા સેવાના વિમાનોનો પણ ઉપયોગ કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કી જેવું ઉપનામ રાખનારા ઈગોર જેલેન્સ્કી બેલે ડાન્સર અને ડાયરેક્ટર છે. ધ ગાર્જિયનના એક રિપોર્ટ અનુસાર તેણે ચાર એપ્રિલે વ્યક્તિગત પારિવારિક કારણોનો હવાલો આપીને ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું હતું. અહેવાલોમાં કહેવાયું છે કે કેટરીના અને જેલેન્સ્કીના અત્યારના ઠેકાણા વિશે કોઈ જોણકારી મળી નથી.