(એ.આર.એલ),પુણેઃ,તા.૯
પુણે મુંબઈ એક્સપ્રેસ વે પર એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં ૧૮ મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી ૧૦ની હાલત ગંભીર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રસ્તાના કિનારે ઉભેલી ટ્રકને પાછળથી આવતી ટ્રાવેલ બસે જારદાર ટક્કર મારી હતી. આ દુર્ઘટનાને કારણે બસમાં સવાર ૩૮ મુસાફરોમાંથી ૧૮ મુસાફરો ઘાયલ થયા છે, જેમાંથી ૧૦ની હાલત નાજુક હોવાનું કહેવાય છે.
આ અકસ્માત આજે સવારે લગભગ ૫ વાગ્યે થયો હતો, જ્યારે બાલુ મામા નામની ટ્રાવેલ કંપનીની બસ મુસાફરોને લઈને પૂણેથી મુંબઈ જઈ રહી હતી. ત્યારે બસે ખંડાલા પાસે બોરઘાટ પાસે રોડ કિનારે પાર્ક કરેલી ટ્રકને પાછળથી ટક્કર મારી હતી.ઢાળને કારણે ટ્રાવેલ્સ બસની સ્પીડ ખૂબ જ વધુ હતી, જેના કારણે બસમાં સવાર ૧૮ મુસાફરો આ અકસ્માતનો ભોગ બન્યા હતા, જેમાંથી ૮ મુસાફરોની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. આ અકસ્માત અંગે પોલીસે જણાવ્યું કે ટ્રાવેલ બસમાં કુલ ૩૮ મુસાફરો હતા. જેમાં ૮ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે પનવેલની સ્ય્સ્ હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અન્ય ૧૦ યાત્રાળુઓ નજીકના ખોપોલી વિસ્તારની સરકારી હોસ્પટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માતને કારણે અહીથી પસાર થતા વાહનો લાંબા સમય સુધી અટવાયા હતા જે હવે ચાલુ કરવામાં આવ્યા છે.