પુણેના બોપદેવ ઘાટમાં ૨૧ વર્ષની બાળકી પર સામૂહિક બળાત્કારની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ પીડિતા તેના મિત્ર સાથે બોપદેવ ઘાટ પર ગઈ હતી. તે દરમિયાન ૩ અજાણ્યા લોકોએ તેની સાથે ગેંગરેપ કર્યો અને ત્યાંથી ભાગી ગયા. આ ઘટના ગુરુવારે રાત્રે લગભગ ૧૧ વાગ્યે બની હતી. કોંધવા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પુણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ આરોપીને શોધી રહી છે. મળતી માહિતી મુજબ ક્રાઈમ બ્રાન્ચની ૧૦ ટીમ આરોપીઓને શોધી રહી છે.
આ મામલે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે પુણેના કોંધવાથી સમાચાર આવી રહ્યા છે કે અમારી એક બહેન પર ૩ ગુનેગારોએ સામૂહિક બળાત્કાર કર્યો અને તેનું અપહરણ કર્યું. મહારાષ્ટÙ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એક તરફ નવરાત્રીનો પાવન પર્વ ચાલી રહ્યો છે. બીજી તરફ, આવી ઘટનાઓ આપણને હલાવી દે છે. માત્ર લાડલી બેહન સ્કીમ ચલાવવાથી પૂરતું નથી, તેમની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડશે.