પુણેમાં પ્રેમિકાના પિતાએ તેના પ્રેમી અને મિત્રની કરપીણ હત્યા કરતા સનસનાટી ફેલાય ગઇ હતી. આરોપીઓએ લોખંડના ગરમ સળીયા, બાબુથી હુમલો અને ઢોર માર મારતા પ્રેમિકા પણ ગંભીરપણે જખમી થઇ હતી. આ ચકચારજનક કેસમાં પોલીસે પ્રેમિકાના પતિ સહિત નવ જણને પકડીને ઝીણવટભરી તપાસ હાથધરી છે. આરોપીઓમાં મૃતક પ્રેમીની પત્નીનો પણ સમાવેશ છે.
પુણેમાં કરંજવિહિરે ખાતે મુખ્ય આરોપી મરગજની ઇંટની ભીઠ્ઠીમાં બાળૂ સિતારામ ગાવડે (ઉ.વ.૨૬) અને તેના મિત્ર રાહુલ દતાત્રે ગાવડે (ઉ.વ.૨૮) કામ કરતા હતા. કામગાર બાળૂના લગ્ન થઇ ગયા હતા. તેને બે બાળક પણ હતા. માલિકની પુત્રી સાથે બાળૂને પ્રેમ થઇ ગયો હતો. આની મિત્ર રાહુલને જોણ હતી.
૧૫ જુલાઇના બાળૂ અને તેની પ્રેમિકા ઘરેથી નાસી ગયા હતા. મિત્ર રાહુલે બંનેને બાઇક પર ખોપોલી છોડી દીધા હતા. પુત્રી અને બાળૂ ગાયબ હોવાની ખબર પડતા માલિકે તેમની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન રાહુલે પણ તેમને મદદ કરવાનું નાટક કર્યું હતું.
છેવટે બંનેનો પતો લાગ્યો હતો. આરોપી મરગજની ‘હોટેલ માણુસકી’ પણ હતી. તેઓ બંનેને હોટેલમાં લઇ ગયા હતા. બીજીતરફ રાહુલ પણ તેમની સાથે સંડોવાયેલા હોવાની આરોપીને જોણ થઇ હતી.હોટેલમાં માલિક, તેના સંબંધી, બાળૂની પત્ની મુકતાએ ત્રણ જણની મારઝૂડ કરી હતી. આ ઉપરાંત લોખંડના ગરમ સળીયા, બાબુથી પણ તેમના પર હુમલો કર્યો હતો. જેને લીધે બાળૂ અને રાહુલ મૃત્યુ પામ્યા હતા. યુવતી ગંભીરપણે જખમી થઇ હતી.
પ્રેમિકાના પતિએ બચવા માટે પોલીસને ફોન કર્યો હતો. હોટેલમાં બે જણના મૃતદેહ હોવાની માહિતી આપી હતી. પોલીસે ઘટનાસ્થળે જઇ તપાસ કરી હતી. મૃતદેહ જોયા બાદ પોલીસને શંકા ગઇ હતી. પોલીસે આરોપીને પૂછપરછ કરતા તેમણે ગુનો કબૂલી લીધો હતો.