મહારાષ્ટ્રના પુણેમાં શુભદા શંકર કોડારે નામની ૨૮ વર્ષિય મહિલા બીપીઓ કર્મચારીઓ પર તેના સહકર્મી મિત્ર કૃષ્ણ સત્યનારાયણ કનૌજાએ કંપનીના પાર્કિંગમાં જીવલેણ હુમલો કર્યો. આ ઘટના સાંજે લગભગ ૬.૧૫ કલાકે થઈ હતી અને સોશિયલ મીડિયા પર વિચલિત કરનારા તેના દૃશ્યો પણ વાયરલ થતાં જોઈ શકાય છે.
આ હુમલા બાદ શુભદા જમીન પર ઢળી પડે છે. જ્યારે કનૌજા ચાકૂ લઈને આંટા મારતો દેખાય છે. જ્યારે આ ઘટનાને તમામ લોકો જોઈ રહ્યા છે, પણ કોઈ મદદ કરવા આગળ આવતું નથી. તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ ગયા, પણ સાંજ થતાં તેનું મોત થઈ ગયું. પોલીસનું માનવું છે કે, આ હુમલો બે સહકર્મીઓની વચ્ચે નાણાકીય લેવડદેવડના કારણે થયો હતો. જે બંને ડબ્વ્યુએનએસ ગ્લોબલ સર્વિસિઝમાં અકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા.
પ્રાપ્ત જાણકારી અનુસાર જોઈએ તો, મૃતક યુવતીનું નામ શુભદા શકર કોડાર છે. યુવતીની હત્યાના મામલામાં પોલીસે સંદિગ્ધ કૃષ્ણા સત્યનારાયણ કનોઝાની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, યુવતી કરાડની મૂળ રહેવાસી હતી અને યરવદા વિસ્તારમાં રામવાડીમાં એક મલ્ટી નેશનલ કંપનીમાં કોલ સેન્ટરમાં કામ કરતી હતી.