(એ.આર.એલ),પુણે,તા.૨૬
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે ઈતિહાસ રચી દીધો છે. પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતને ૧૧૩ રને હરાવી ત્રણ મેચની સિરીઝમાં ૨-૦ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ સાથે ભારતે ૧૨ વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ સિરીઝ ગુમાવી છે. ટોમ લાથમની આગેવાનીમાં બિનઅનુભવી ન્યૂઝીલેન્ડે ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધું છે. પુણે ટેસ્ટ જીતવા માટે ભારતને ૩૫૯ રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમ ૨૪૫ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારતીય ટીમ ૧૨ વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હારી છે. આ સાથે જ ઘરની ધરતી પર સતત ૧૭ ટેસ્ટ શ્રેણી જીત્યા બાદ જીતનો સિલસિલો તૂટી ગયો હતો. છેલ્લી વખત ટીમ ઈÂન્ડયાને ૨૦૧૨-૧૩માં ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ઈંગ્લેન્ડે ૨-૧થી હરાવ્યું હતું. જે બાદ ભારતે સતત ૧૮ શ્રેણી જીતી હતી. જાકે, હવે ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડયાને હરાવીને આ ક્રમ તોડી નાખ્યો છે. ભારતની ધરતી પર કિવી ટીમ આટલું પ્રભાવશાળી પ્રદર્શન કરશે એવું કોઈએ વિચાર્યું ન હતું. પ્રથમ ટેસ્ટ જીતીને ન્યુઝીલેન્ડે ૩૬ વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ મેચ જીતી હતી. હવે તેણે પ્રથમ વખત ભારતમાં ટેસ્ટ શ્રેણી જીતી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ ૧૯૫૫માં રમાઈ હતી અને બંને દેશોના ૬૯ વર્ષ જૂના ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત ન્યુઝીલેન્ડની ટીમે ભારતની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી છે.
બીજી ઈનિંગમાં ભારતની સામે ટેસ્ટ મેચ જીતવા માટે પહાડ જેવો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે જરૂર સારી શરૂઆત કરી હતી. ખાસ કરીને યશસ્વી જાયસવાલે કમાલની બેટિંગ કરી હતી. પરંતુ કેપ્ટન રોહિત શર્મા ફરી સસ્તામાં આઉટ થઈ ગયો હતો. રોહિત શર્મા ૮ રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. યશસ્વી જાયસવાલે આક્રમક બેટિંગ કરતા માત્ર ૬૫ બોલમાં ૭૭ રન ફટકાર્યા હતા. યશસ્વીએ પોતાની ઈનિંગમાં ૯ ચોગ્ગા અને ત્રણ સિક્સ ફટકારી હતી. જાયસ્વાલ મિચેલ સેન્ટરનો શિકાર બન્યો હતો.ભારતે ૯૬ રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. શુભમન ગિલ ૨૩ રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રિષભ પંત પણ શૂન્ય રને રનઆઉટ થઈ ગયો હતો. વિરાટ કોહલીએ જરૂર ૪૦ બોલ રમ્યા પરંતુ તે પણ ૧૭ રન બનાવી પેવેલિયન પરત ફરી ગયો હતો. જ્યારે સરફરાઝ ખાન ૯, વોશિંગટન સુંદર ૨૧ રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. આર અÂશ્વને ૧૮ રન બનાવ્યા હતા.
ન્યૂઝીલેન્ડના લેફ્ટ આર્મ સ્પીનર મિચેલ સેન્ટનરે ભારતીય ટીમની કમર તોડી દીધી હતી. પ્રથમ ઈનિંગમાં ૫૩ રન આપી ૭ વિકેટ લીધા બાદ બીજી ઈનિંગમાં પણ સેન્ટનર સામે ભારતીય બેટરોનો ધબડકો થયો હતો. સેન્ટનરે બીજી ઈનિંગમાં પણ ૬ વિકેટ લીધી હતી.
મેચમાં ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ સત્રમાં પોતાની બીજી ઈનિંગમાં ૨૫૫ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગની ૧૦૩ રનની લીડ સાથે ભારતને જીત માટે વિપક્ષી ટીમે ૩૫૯ રનનો લક્ષ્ય આપ્યો હતો. બીજી ઈનિંગમાં ન્યૂઝીલેન્ડ તરફથી ટોમ લાથમે સૌથી વધુ ૮૬ રન ફટકાર્યા હતા. જ્યારે ભારત તરફથી સુંદરે ૪, જાડેજાએ ત્રણ અને અÂશ્વને બે વિકેટ લીધી હતી.
ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ ઈનિંગમાં ૨૫૯ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતીય ટીમ માત્ર ૧૫૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગમાં ભારતીય બેટરોનો ધબડકો થયો હતો. ભારત તરફથી માત્ર રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ ૩૮ રન બનાવ્યા હતા. કોહલી ૧ તો રોહિત શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. ભારતીય ટીમ ઘરઆંગણે ખુબ મજબૂત છે, ટેસ્ટ સિરીઝમાં ભારતને હરાવવું લગભગ અસંભવ લાગી રહ્યું હતું, પરંતુ છેલ્લા ૧૦ દિવસમાં ન્યૂઝીલેન્ડ ટીમે જે પ્રકારનું પ્રદર્શન કર્યું તેણે બધાને દેખાડી દીધું કે ભારતીય ટીમને ઘરઆંગણે ટેસ્ટ સિરીઝમાં હરાવી શકાય છે. ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ બન્યા તેને થોડો જ સમય થયો છે અને ભારતે સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ભારતીય ટીમના સૌથી અનુભવી બેટર છે. આ બંને પાસે ટીમને મોટી ઈનિંગની આશા હોય છે. પરંતુ ન્યૂઝીલેન્ડ સામે પુણે ટેસ્ટમાં બંને સસ્તામાં આઉટ થયા હતા. કોહલી તો પ્રથમ ઈનિંગમાં જે ફુલટોપ બોલમાં આઉટ થયો તેના પર સૌથી વધુ સવાલ ઉઠ્યા હતા. બીજી ઈનિંગમાં પણ ટીમને જરૂર હતી ત્યારે બંને સીનિયર ખેલાડીઓ જલ્દી આઉટ થઈ ગયા હતા.
એક સમય હતો જ્યારે ભારતીય બેટરો Âસ્પનર સામે રમવામાં સૌથી આગળ હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતીય બેટરો Âસ્પનરો સામે સારૂ પ્રદર્શન કરી શકતા નથી. તેવામાં ભારતીય ટીમના બેટરોની તકનીક પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. લેફ્ટ આર્મ સ્પનરો સામે તો સૌથી વધુ મુશ્કેલી પડે છે. પુણે ટેસ્ટમાં મિચેલ સેન્ટનરે પ્રથમ ઈનિંગમાં સાત તો બીજી ઈનિંગમાં છ વિકેટ ઝડપી હતી.ભારત પાસે જરૂર યશસ્વી જાયસવાલ, રિષભ પંત અને સરફરાઝ ખાન જેવા સ્ટ્રોક પ્લેયર છે, પરંતુ જ્યારે પિચ પર બોલરોને મદદ મળતી હોય ત્યારે ડિફેન્સ કામ લાગે છે, ન્યૂઝીલેન્ડ સામે બંને ટેસ્ટ મેચમાં ભારતીય બેટરોના ડિફેન્સ પર પણ સવાલો ઉઠ્યા છે. તેવામાં ભારતે આ કમીને જલ્દી સુધારવી પડશે. બેંગલુરૂ ટેસ્ટમાં ફાસ્ટ બોલરોને મદદ મળી તો ભારતીય ટીમ માત્ર ૪૬ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ દરમિયાન જાડેજાને એકપણ વિકેટ મળી નહીં. અÂશ્વનને જરૂર સફળતા મળી પરંતુ તે પોતાની લયમાં જાવા મળ્યો નહીં. અશ્વનનો સામનો કરવા માટે ન્યૂઝીલેન્ડના બેટરોએ સ્વપ અને રિવર્સસ્વપનો સહારો લીધો હતો. બીજી ઈનિંગમાં પણ ન્યૂઝીલેન્ડે સારી રીતે આ બંને અનુભવી સ્પનરોનો સારી રીતે સામનો કર્યો હતો. ઘરઆંગણે અશ્વન-જાડેજાનું સાધારણ પ્રદર્શન જરૂર ટીમ ઈન્ડયા માટે ચિંતાનો વિષય છે.
જ્યારે પિચમાં સ્પીનરોને મદદ મળી રહી હતી ત્યારે ભારતીય બેટરો ખરાબ શોટ્સ રમીને આઉટ થયા હતા. પછી ગિલ હોય કે સરફરાઝ, રિષભ પંત હોય કે વિરાટ કોહલી… આ બધા સ્પનરો સામે ખરાબ શોટ્સ રમીને આઉટ થયા હતા.