અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના પુંજાપાદર ગામે આજે દેશભક્તિનો ભવ્ય માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર પુંજાપાદર ગામ પરિવાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં બે મહત્વની પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવ્યું હતું. વલ્લભભાઈ રામાણીના હસ્તે શહીદવીર મેજર ઋષિકેશ રામાણીની પ્રતિમા ખુલ્લી મુકાઈ હતી, જ્યાં દ્ગઝ્રઝ્ર ભાવનગરના કેડેટ્સ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ, નવનિર્મિત ‘વીરાંજલી શૌર્ય પાર્ક’ ખાતે હિંમતભાઈ રામાણીના હસ્તે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. આ પ્રસંગે વિઠ્ઠલભાઈ, વિનુભાઈ અને ગોવર્ધનભાઈ રામાણી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પુંજાપાદર અને આસપાસના ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને શહીદો તેમજ રાષ્ટ્રના નાયકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.





































