રાજ્યમાં ગર્ભ પરીક્ષણ કરવું તે ગુનો છે અને તેની સામે સરકારે પ્રતિબંધ પણ લગાવેલો છે. આવા પ્રકારના કોઈ પરીક્ષણ ન થાય તે માટે આરોગ્ય વિભાગની સાથે સંકલનમાં રહી અને પીસીપીએનડીટી કમિટી કાર્યરત છે. આજે ધારી ખાતે પીસીપીએનડીટીના ચેરમેન ડોક્ટર જી.જે. ગજેરા અને તાલુકા આરોગ્ય અધિકારી મકવાણાની ટીમે ધારીની બે ખાનગી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી. જેમાં સામાન્ય ક્ષતિઓ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે આ અંગેનો
વિસ્તૃત રિપોર્ટ આગામી દિવસોમાં તાલુકા આરોગ્ય અધિકારી આરોગ્ય વિભાગમાં કરશે.