ઉનાળામાં ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા ખૂબ જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો માટે પાણીની સમસ્યા દર વર્ષે ઊભી થાય છે અને હાલ બનાસકાંઠામાં રણ વિસ્તારમાં જે કેનાલો બનાવવામાં આવી છે તેમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી સમયસર આપવામાં આવતું નથી. તો બીજી તરફ પહાડી વિસ્તારોમાં જે સિંચાઇ અને પીવાના પાણીની ખેડૂતોની અને લોકોની સમસ્યા હતી તેનું પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. એટલે પીવાના પાણી અને સિંચાઈના પાણીને લઇને ખેડૂતો રોષે ભરાયા હતા અને બનાસકાંઠાના ખેડૂતો રોષે ભરાઇને રસ્તા પર ઉતર્યા હતા.
પાણીની માગને લઇને મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતરી ગયા હતા. મહત્વની વાત છે કે, થોડા સમય પહેલાં ખેડૂતોએ મલાણાથી પાલનપુર સુધી એક રેલી કાઢી હતી અને જિલ્લા કલેકટરને પાણીની સમસ્યા છે તે સમસ્યાનો અંત લાવવા બાબતે રજૂઆત કરી હતી.
ખેડૂતોએ આ રજૂઆત કર્યા બાદ તેમની રજૂઆતનું કોઈ પણ નિરાકરણ ન આવ્યુ હોવાના કારણે ઉત્તર ગુજરાતના થરાદના ખેડૂતોએ ૯૭ ગામને નર્મદા હાઈકમાન્ડ એરિયામાં સમાવવા માટે અને સુજલામ સુફલામમાં પાણી છોડવા મુદ્દે રાહથી થરાદ સુધી એક બાઇક રેલીનું આયોજન કર્યું હતું. બાઇક રેલી કર્યા બાદ ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદન પણ આપ્યું હતું. પાણીની સમસ્યાનો અંત આવે એટલા માટે હજોરો ખેડૂતો રસ્તા પર ઉતરી ગયા હતા. ખેડૂતો છેલ્લા ઘણા સમયથી એક જ માગણી કરી રહ્યા છે કે પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યાનો અંત આવે.
સરહદી વિસ્તાર એવા થરાદમાં પાણીની સમસ્યાના કારણે ખેડૂતો ફરીથી આંદોલન પર ઉતર્યા હોય એવા દૃશ્યો સામે આવ્યા હતા. હજોરો ખેડૂતો બાઇક લઇને રસ્તા પર ઉતરી ગયા હતા અને આ ખેડૂતોની એક જ માગણી છે કે, ૯૭ ગામને નર્મદા કમાન્ડ એરિયામાં સમાવવામાં આવે અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલમાં પાણી છોડવામાં આવે. ખેડૂતો એવી ચીમકી ઉચ્ચારી છે કે, તેમની આ સમસ્યાનો અંત નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેનો બહિષ્કાર કરી શકે છે.
મહ¥વની વાત છે કે ,એક તરફ ગુજરાતના વિકાસની ચર્ચા દેશમાં કરવામાં આવે છે પરંતુ જગતના તાતને અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વારંવાર પાણી માટે રસ્તા પર ઊતરવું પડે છે. થોડા સમય પહેલાં ૧૦,૦૦૦ જેટલા ખેડૂતો માલાણા તળાવને ભરવા બાબતે રસ્તા પર ઉતર્યા હતા. ત્યારબાદ વડગામના કર્માવદ અને મુક્તેશ્વર ડેમ ભરવા બાબતે ૨૦ હજોર ખેડૂતોએ પાલનપુરથી બે કિલોમીટરની પદયાત્રા કરી કલેકટરને આવેદન આપ્યું હતું. હવે થરાદના ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે.