શહેરના રાધનપુરમાં પીવાના પાણીની સમસ્યાને લઈને આજે મહિલાઓ રોષે ભરાઈ હતી. સરદારપુરા ગામમાં આવેલ સરદારપુરા સોસાયટીમાં પાણીની સમસ્યાને લઈને મહિલાઓને અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આજે મહિલાઓ અહીંયા રણચંડી બની અને મોટા પાયે મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં મહિલાઓએ વિરોધ કરીને ટીડીઓ અને મામલતદારને રજૂઆત પણ કરી છે.
છેલ્લા કેટલાય સમયથી અહીંયા પીવાના પાણી જેવી જરૂરિયાતની વસ્તુનો અભાવ છે. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયેલો છે. ખાસ કરીને મહિલાઓને અહીંયા પાણીની સમસ્યાને લઈને ઘણી તકલીફ થઈ રહી છે. વારંવાર આ સમસ્યાને લઈને તંત્રને ફરિયાદ કરવામાં આવી છે. તેમ છતાં અહીંયા આ સમસ્યાનું નિવારણ નથી આવી રહ્યું જે એક ગંભીર સમસ્યા બની ગઈ છે.
આજે મહિલાઓ દ્વારા રામધૂન બોલાવી તેમજ માટલા ફોડીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. જેથી હાલ આસપાસના વિસ્તારમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે. રોષે ભરાયેલી મહિલાઓએ આજે પીવાના પાણીની સમસ્યાનું નિવારણ લાવવા માટે રજૂઆત કરી હતી. જેમાં તેમણે વિરોધ પ્રદર્શન કરીને રાધનપુર ટીડીઓ અને મામલતદારની કચેરીએ રજૂઆત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મહિલાઓના જણાવ્યા પ્રમાણે છેલ્લા કેટલાય સમયથી આ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. તલાટીને તેમજ સરપંચને પણ રજૂઆત કરવામાં આવી તેમ છતાં તેઓ સમસ્યાનું નિવારણ નથી લાવી રહ્યા. જેથી આજે મહિલાઓ અહીંયા રણચંડી બની હતી અને તેમણે રામધૂન બોલાવીને તેમણે માટલા ફોડ્યા તેમજ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો અને પછી રાધનપુર ટીડીઓ અને મામલતદારને રજૂઆત કરી હતી.