વંડા પંથકમાંથી દારૂની બોટલો મળી આવ્યા અંગે ઝડપાયેલ આરોપી જ્યુડિશ્યલ કસ્ટડીમાં હોય, દરમિયાન પોલીસે આ આરોપીનો વધુ દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો છે. જ્યારે ધાર ગામના શખ્સની વાડીએથી પણ દારૂની બોટલો મળી આવી હતી.
પોલીસે જણાવેલ વિગત અનુસાર, એલસીબી ટીમને બાતમી મળી હતી કે વંડાના લિસ્ટેડ પ્રોહી. બુટલેગર સતીષ ઉર્ફે સતીયો કાળુભાઇ ચાવડાએ પીયાવા ગામે જૂની પ્રાથમિક શાળાના પડતર મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંઘરેલ છે. આ બાતમી આધારે રેઇડ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત તા. ૧૮-નવેમ્બરના રોજ એલસીબીએ સતીષ તથા તેના સાગરીત જીતેન્દ્રને દારૂની બોટલો સાથે પકડી પાડતા બંને હાલ જ્યુ. કસ્ટડીમાં છે.
જ્યારે ધાર ગામે ભાવેશ બોરીચા નામના શખ્સની વાડીએથી પણ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે બંને સ્થળેથી મળી કુલ ૧ર૯ બોટલો ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.