પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં પોલીસ જમાદાર તરીકે ફરજ બજાવતા મહેશભાઈ ભુતૈયાની તેની મહેનત અને તેની નિષ્ઠાપૂર્વક કામગીરીને લઈ પીએસઆઈ તરીકે નિમણૂંક કરાઈ છે. આથી મરીન પોલીસ સ્ટેશનના સમગ્ર સ્ટાફે અને એસપીએ અભિનંદન પાઠવ્યા છે. ઉપરાંત એસપીએ અમરેલી ખાતે બોલાવી પ્રશંસનીય કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. મહેશભાઈએ રાજુલા, જાફરાબાદ અને ખાંભા તથા નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ ફરજ બજાવી હોવાથી પ્રમોશન મળતા પોલીસ બેડામાં આનંદ ફેલાયો છે.