અમરેલી જિલ્લામાં સિંહોના આંટાફેરા સામાન્ય બની ગયા છે. જેમાં ખાસ કરીને ગીરના જંગલોની સાથે સિંહોનું ગૃપ હવે રાજુલા-જાફરાબાદ પંથકમાં દેખા દઈ રહ્યુ છે. રાજુલા તાલુકામાં આવેલ પીપાવાવ પોર્ટ ફોર-વે માર્ગ પર રાત્રીના સમયે ૪ સાવજો શિકારની શોધમાં હાઇવે ઉપર આવી આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં સિંહોની સંખ્યા ખૂબ વધી રહી છે. અહીં ઉદ્યોગો અને દરિયા કાંઠાના વિસ્તાર વચ્ચે માનવ વસાહતમાં સિંહોને વાતાવરણ અનુકૂળ આવી રહ્યું છે અને વસ્તી પણ દિનપ્રતિદિન વધી રહી છે. આ સિંહોની મુવમેન્ટની દર વર્ષે વનવિભાગ પેટ્રોલીંગ સમયે નોંધણી પણ કરી રહ્યું છે. સિંહો ઘણીવાર માનવી પર હુમલા કરતા હોવાથી ભયનો માહોલ છવાયો છે. તાજેતરમાં જ એક સિંહણે બાળકીને ફાડી ખાધાની ઘટના તાજી છે.