રાજુલા નજીક પીપાવાવ પોર્ટ હાઈવે પર આવેલા શ્રી કુળદેવી બલાડ માતાજીના મંદિરે સાખટ પરિવાર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહાપ્રસાદ અને લોકડાયરાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર સાખટ પરિવાર જોડાયો હતો. વિશેષ ઉપસ્થિતિમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, તેમની ટીમ, અગ્રણી વ્યક્તિઓ અને સામાજિક કાર્યકરો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સહિત તમામ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદ અને લોકડાયરાનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો અને પરિવારજનો ઉમટી પડ્‌યા હતા.