અમરેલી જિલ્લામાં સિંહોના મોતની ઘટના હવે જાણે સામાન્ય બની ગઈ હોય તેમ લાગી રહ્યુ છે. સિંહોની હાલત કૂતરા જેવી બની ગઈ હોય તેમ કમોતે મરી રહ્યાં છે. આ બાબતે રાજય સરકાર દ્વારા કરોડો રૂપિયા સિંહને બચાવવા માટે ફાળવાય છે આમ છતાં સિંહો અકસ્માતે મોતને ભેટી રહ્યાં છે. જેમાં રાજુલાના પીપાવાવ પોર્ટ વિસ્તાર નજીક સિંહોએ સામ્રાજય સ્થાપ્યું છે પણ વનવિભાગના કર્મચારીઓના પેટ્રોલિંગના અભાવે સિંહો નોધારા બન્યા હોવાની પ્રતીતિ થઈ રહી છે. ૩ થી પ વર્ષના નર સિંહનો મૃતદેહ વનવિભાગને કોહવાઈ ગયેલી હાલતમાં મળ્યો હતો.