તૌકતે વખતે જાફરાબાદના પીપળીકાંઠા બંદર વિસ્તારમાં જેટી પર તૂટી ગયેલ હાઇ માસ ટાવરના રિપેરીંગ અંગે ધારાસભ્ય અંબરીશભાઇ ડેરને માછીમારો દ્વારા રજૂઆતો કરાતા ધારાસભ્યએ આ પ્રશ્ન સંકલન મિટિંગમાં ઉઠાવતા આજે આ ટાવરની રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ટાવરની લાઇટ બંધ હોવાથી માછીમારોને બોટ લાંગરવામાં તેમજ કાંઠે આવતી બોટમાંથી મચ્છી બહાર કાઢવામાં હાલાકી પડતી હતી. ધારાસભ્ય અંબરીશભાઈ ડેરની રજૂઆત અને પ્રયત્નથી માછીમારોની આ સમસ્યાનો અંત આવતા માછીમારોમાં આનંદની લાગણી છવાઇ હતી.