અમરેલી જિલ્લાના યુવકોમાં ધીરજ ન રહી હોય તેમ અગમ્ય કારણોસર ઝેરી દવા પીવાના બનાવ સમયાંતરે સામે આવતા રહે છે. પીપળલગ ગામના ખારામાં એક પુરુષે ઝેરી ટિકડા પીધા હતા. આ અંગે નાના માચીયાળા ગામે રહેતા જાદવભાઈ જીવણભાઈ વસાવડા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, અરવિંદભાઈએ વરૂડી પીપળલગ ગામના ખારામાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી ટિકડા પીધા હતા. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એચ.ટી.જીંજાળા વધુ તપાસ કરી રહ્યા છે.