અમરેલીના પીપળલગ ગામે રહેતી એક યુવતીના લગ્ન રાજકોટના યુવક સાથે થયા હતા. લગ્નજીવન દરમિયાન દીકરીનો જન્મ થયો હતો. જે બાદ સાસરિયાએ ત્રાસ આપી પહેરેલા કપડાએ પુત્રી સાથે ઘરેથી કાઢી મૂકી હતી. આ બનાવ અંગે નિરાલીબેન મયારામ ગોંડલીયા (ઉ.વ.૨૨)એ પતિ મયારામ ભરતદાસબાપુ ગોંડલીયા, પૂનમબેન, જીજ્ઞાબેન, રંજનબેન તથા દયારામ સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, પતિ, દિયર, સાસુ અને નણંદો અવારનવાર માનસિક દુઃખ-ત્રાસ આપતા હતા. થોડા દિવસ પહેલા બધાની ચડામણીથી પતિએ ઝઘડો કર્યો હતો અને મારકૂટ કરી પહેરેલા કપડાએ ઘરેથી કાઢી મૂકી હતી.