જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી પીડીપીનાં વડા મહેબૂબા મુફ્તીને ફરી એકવાર નજરકેદ કરવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, મહેબૂબા મુફ્તીનો સોમવારે શોપિયાં જિલ્લામાં જવાનો પ્લાન હતો. આ પહેલા પણ પોલીસે તેમના ઘરનો મુખ્ય દરવાજા બંધ કરી દીધો હતો. મહેબૂબાની ગતિવિધિઓ પર સંપૂર્ણ નજર રાખી શકાય તે માટે મુખ્ય દ્વાર સાથે બીપી (મોબાઇલ બંકર) વાહન પણ તૈનાત કરવામાં આવ્યું છે.
મહેબૂબા મુફ્તી સોમવારે શોપિયાં જિલ્લામાં શાહિદ અહેમદ રાથેરનાં ઘરે જવાની યોજના બનાવી રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષાનાં કારણોસર તેમને શોપિયાં જવાની મંજૂરી આપવામાં આવી નથી. શાહિદની શંકાસ્પદ સંજાગોમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે મૂળ દક્ષિણ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાનો રહેવાસી હતો. રોજમદાર મજૂર તરીકે, તે શોપિયાંમાં એક ખેડૂતનાં સફરજનનાં બગીચામાં કામ કરતો હતો. મહેબૂબાએ જમ્મુ કાશ્મીર પોલીસ અને લેફ્ટનન્ટ ગવર્નર એડમિનિસ્ટ્રેશનને ટ્‌વીટ કર્યું કે ભારત ચોક્કસપણે તમામ લોકશાહીની માતા છે પરંતુ જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ જ્યારે કાશ્મીરીઓના નરસંહાર માટે બોલાવે છે તેવા ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ માત્ર વિજેતા ટીમને પ્રોત્સાહિત કરવા માટે દેશદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો છે.
બીજી તરફ પીડીપી નાં એક નેતાએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, શંકાસ્પદ સંજાગોમાં માર્યા ગયેલા વ્યક્તિનાં પરિવારને સાંત્વના આપવી હવે ગુનો બની ગયો છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું સરકાર વતી કોઈ તેમના ઘરે પરિવારને સાંત્વના આપવા માટે આવ્યું હતું. શું પ્રશાસને આ ઘટનાની કોઈ તપાસ શરૂ કરી છે કે પીડિત પરિવાર માટે વળતરની જાહેરાત કરી છે? જણાવી દઈએ કે અગાઉ મહેબૂબા મુફ્તીને ગયા મહિનાની ૯ તારીખે નજરકેદ રાખવામાં આવ્યા હતા. તેમણે આ અંગે ટ્વિટ પણ કર્યું હતું.