આજરોજ હનુમાન જયંતી હોય જેને લઈ અમરેલી તાલુકાના પીઠવાજાળ ગામે હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવશે. કાપડીયા હનુમાન મંદિર, ગાવડકાના રસ્તે આજરોજ શનિવારે સવારે ૬ઃ૦૦થી ૧રઃ૦૦ કલાક સુધી હવન, સવારે ૧૦ઃ૩૦ વાગ્યે ભોજનપ્રસાદ લેવાશે. પાણીના દાતા ધર્મેશભાઈ દેસાઈ રહેશે. હનુમાન જયંતી ઉજવણીમાં સમસ્ત લોકોને પધારવા કાપડીયા પરિવારે આમંત્રણ પાઠવ્યું છે. શુક્રવારના રોજ સત્ય નારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોજનો હાજર રહ્યા હતા.








































