અમરેલી તાલુકાના પીઠવાજાળ ગામે સમસ્ત દેસાઈ પરિવાર દ્વારા આજરોજ તા.૧૦ને બુધવારના રોજ જ્ઞાનયજ્ઞ યોજાયો હતો. સુરાપરા રાણાબાપાના સાનિધ્યમાં આ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત દેસાઈ પરિવારના પિતૃદેવતાના મોક્ષાર્થે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારના ૭ઃ૦૦ કલાકે હેમાદ્રી પ્રયોગ કરવામાં આવ્યો હતો અને યજ્ઞનો પ્રારંભ થયો હતો. બપોરના ૧ઃ૦૦ કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યજ્ઞની પૂર્ણાહુતિ સમયે બીડાના દર્શન કરવા માટે
આભાર – નિહારીકા રવિયા સમસ્ત દેસાઈ પરિવાર હાજર રહ્યો હતો. બપોરના સમયે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેસાઈ પરિવારના સભ્યોએ ભોજન પ્રસાદ લીધો હતો. આ જ્ઞાનયજ્ઞના દાતા તરીકે ટ્રેડપોલ કંપની પ્રા.લી.-અમદાવાદના માલિક ગુણવંતભાઈ દેસાઈ રહ્યાં હતા. યજ્ઞના દર્શન કરી સમસ્ત દેસાઈ પરિવારે ધન્યતા અનુભવી હતી.