અમરેલી તાલુકાનાં પીઠવાજાળ ગામે સત્યાય ધામ માંગરોળીયા પરિવાર દ્વારા સત્યાય માતાજીનો પાટોત્સવ અને માંગરોળીયા પરિવારની વાડીનું લોકાર્પણ તા.૧૦ને રવિવારનાં રોજ કરવામાં આવશે. આ તકે યોજાનાર કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે જે.કે. દેસાઈ અને ઉદ્ઘાટક તરીકે પ્રફુલભાઈ માંગરોળીયા(અમદાવાદ) અને કિશોરભાઈ માંગરોળીયા(સુરત) રહેશે. માંગરોળીયા પરિવારનાં વડીલો ગોરધનભાઈ માંગરોળીયા, ઘનશ્યામભાઈ માંગરોળીયા, રામજીભાઈ માંગરોળીયા, બાલુભાઈ માંગરોળીયા, માયાભાઈ માંગરોળીયા, બાઘાભાઈ માંગરોળીયા, શંભુભાઈ માંગરોળીયા, ધરમશીભાઈ માંગરોળીયા, લાલજીભાઈ માંગરોળીયાનાં હસ્તે પરિવારની વાડીનું લોકાર્પણ કરવામાં આવશે. કિશોરભાઈ માંગરોળીયાનાં હસ્તે મા અન્નપૂર્ણા ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. સાથોસાથ વિદ્યાર્થીઓનો પ્રોત્સાહન પુરસ્કાર સમારોહ યોજાશે. આ સમારોહમાં સ્નેહમિલન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પધારવા માંગરોળીયા પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શનિવારના રોજ રાત્રીના ૯ઃ૩૦ કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે જેમાં કિરણબેન ગજેરા સહિતના ખ્યાતનામ કલાકારો ભજનની રમઝટ બોલાવશે.