અમરેલીના પીઠવાજાળ ગામે સમસ્ત દેસાઈ પરિવાર દ્વારા જ્ઞાનયજ્ઞ યોજાયો હતો. સુરાપુરા શ્રી રાણાબાપાના સાનિધ્યમાં આ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. સવારના ૭ઃ૦૦ કલાકે હેમાદ્રી, ૭ઃ૩૦ કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો. ૧૧ઃ­૦૦ કલાકે ભોજન પ્રસાદ, બપોરે ૧ઃ૦૦ કલાકે યજ્ઞન્ની પૂર્ણાહૂતી કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં યજ્ઞમાં બેસી દેસાઈ પરિવારના સભ્યોએ લાભ લીધો હતો. આ જ્ઞાનયજ્ઞમાં સમસ્ત દેસાઈ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાનયજ્ઞને સફળ બનાવવા દેસાઈ પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.