અમરેલી તાલુકાના પીઠવાજાળ ગામે તરવડા ગુરુકુળના સંતોની પ્રેરણાથી ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો. આ શાકોત્સવમાં તરવડા ગુરુકુળના શાસ્ત્રીજી કૃષ્ણપ્રિયદાસજી સ્વામી સહિતના સંતો પધાર્યા હતા અને સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોએ હરિભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા. આ શાકોત્સવના દાતા ધર્મેશભાઇ નાકરાણી, મયુરભાઇ નાકરાણી અને કૌશિકભાઇ દેસાઇ રહ્યા હતા. આ શાકોત્સવમાં પીઠવાજાળ ગામના હરિભક્તોએ લાભ લીધો હતો.