અમરેલીના પીઠવાજાળમાં ગતરાત્રે સિંહે ગામમાં ઘુસી અમિતભાઇ વાળા નામના ખેડૂતના ઘરે બાંધેલ ત્રણ પશુઓના મારણ કરતા ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બે દિવસ પહેલા સિંહે ગામમાં આંટાફેરા શરૂ કર્યા હતા અને ગત રાત્રે જે ખેડૂતોના પશુઓના મારણ કર્યા તે જ ખેડૂતની એક ભેંસનું મારણ કર્યું હતું. ત્યારે વનરાજના અવારનવારના આંટાફેરાથી લોકોમાં ભય ફેલાયો છે.