સાવરકુંડલા તાલુકાના પીઠવડીમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભૌતિકભાઇ સુહાગીયાનો સતત બીજી વખત વિજય થતા ગામમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. ગત ટર્મમાં કરેલા કાર્યોને ધ્યાને લઇ લોકોએ તેમના પર વિશ્વાસ મુકી આ ટર્મમાં પણ તેમને જંગી બહુમતીથી ચૂંટી કાઢતા તેમણે ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ ભૌતિકભાઇ સુહાગીયાનું ફૂલહાર કરી સન્માન કર્યું હતું અને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે સભ્ય પદે રવજીભાઇ મહીડા, રૂડીબેન મહીડા, સવિતાબેન કોઠારી, ગીતાબેન દેથળીયા, નવીનભાઇ સુહાગીયા, ચિરાગભાઇ સુહાગીયા, ગીતાબેન બાળધા, ઇલાબેન સુહાગીયા, કનુભાઇ સાવલીયા તથા ચંપાબેન સુરેલાનો વિજય થયો હતો.