સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામે સમસ્ત બાલધા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ સંપન્ન થઈ હતી. તા.ર૯/૪/ર૦ર૪ના રોજ શરૂ થયેલી આ ભાગવત સપ્તાહ તા.પ/પ ના રોજ સંપન્ન થઈ હતી. આ ભાગવત સપ્તાહ અંતર્ગત રામજન્મ, કૃષ્ણજન્મ, ગૌવર્ધન મહોત્સવ, રૂક્ષ્મણી વિવાહ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. કથા દરમ્યાન વિવિધ દિવસોમાં લોકસાહિત્યની વાતો, ડાયરો તેમજ હાસ્યની રમઝટ બોલી હતી. આ ભાગવત સપ્તાહમાં સંતો, મહંતોએ ઉપસ્થિત રહી સમસ્ત બાલધા પરિવારને આશીર્વચન પાઠવ્યા હતા. આ ભાગવત કથાનું રસપાન શાસ્ત્રી શરદભાઈ વ્યાસે શ્રોતાઓને કરાવ્યુ હતું. આ ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં લોકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો.