પીઠડીયા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદે ભાજપ પ્રેરિત પેનલના અરવિંદભાઇ ચૌહાણનો ભવ્ય વિજય થતા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવનિયુક્ત સરપંચ અરવિંદભાઇ ચૌહાણે તેમને વિજેતા બનાવવા બદલ મતદારો, આગેવાનો, ભાજપ અગ્રણીઓ સહિત માજી સરપંચ ચંદુભાઇ નાકરાણી, રામભાઇ વાળા, કિશોરભાઇનો આભાર વ્યક્ત કર્યો હતો.