બગસરાના પીઠડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા અને એગ્રોનો વેપાર કરતાં રમેશભાઈ રવજીભાઈ પીપળીયા (ઉ.વ.૪૮)એ નાજાપુર-પીઠાપુર (પીઠડીયા) ચોકડી ખાતે રહેતા વિજયભાઇ કાળુભાઇ જીંજુવાડીયા, કાળુભાઇ કડવાભાઇ જીંજુવાડીયા તથા હરેશભાઇ ઉર્ફે કાકુડી કાળુભાઇ જીંજુવાડીયા સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેમણે વિજયભાઈ પાસે એગ્રોની દવાના બાકી રહેલ રૂપીયાની ઉઘરાણી કરતા જેમ ફાવે તેમ ગાળો આપી લોખંડનો પાઇપ લઇ માથામાં મારી ઇજા કરી હતી. હરેશભાઇ ઉર્ફે કાકુડીએ તેમને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.