સેન્ટ્રલ બ્યુરો આૅફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ) એ પીએસીએલ ચિટ ફંડ કૌભાંડના સંબંધમાં ૧૧ લોકોની ધરપકડ કરી છે. ગુરુવારના રોજ (૨૩ ડિસેમ્બર) સવારે આ માહિતી આપવામાં આવી હતી. ઁપીએસીએલ કંપની પર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા ૧૮ વર્ષમાં રોકાણકારો પાસેથી ઓછામાં ઓછા રૂપિયા ૪૯,૧૦૦ કરોડ ગેરકાયદેસર રીતે એકત્રિત કરવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
પીએસીએલ ચિટ ફંડ કૌભાંડને ભારતની સૌથી મોટી ચિટ ફંડ લૂંટ પણ કહેવામાં આવે છે.પીએસીએલ કંપનીની રચના ૧૯૮૨માં થઈ હતી, આ અંતર્ગત ઘણી કંપનીઓ બની હતી. ૨૦૧૫માં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર કંપનીએ રોકાણકારોને ફાયદો કરાવવાના નામે ૪૯,૧૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
પીએસીએલને ૨૦૧૫માં માર્કેટ રેગ્યુલેટર દ્વારા ૧૮ વર્ષમાં ૫૮ મિલિયન રોકાણકારો પાસેથી ઓછામાં ઓછા રૂપિયા ૪૯,૧૦૦ કરોડ એકત્ર કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જસ્ટીસ આર. એમ. લોઢાએ પીએસીએલની સંપત્તિનો નિકાલ કરીને પૈસા પરત કરવા જણાવ્યું હતું. સમિતિએ ૮ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ એક પ્રેસ રિલીઝ દ્વારા પીએસીએલ રોકાણકારોને રિફંડ માટે ઓનલાઈન અરજીઓ સબમિટ કરવા જણાવ્યું હતું.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ ૨૭ એપ્રિલ ૨૦૨૧ના રોજ જણાવ્યું હતું
કે,પીએસીએલ લિમિટેડના ૧,૨૭૦,૮૪૯ રોકાણકારો, જેમણે રૂપિયા ૧૦,૦૦૦ સુધીનો દાવો કર્યો હતો, તેમને ૩૧ માર્ચ, ૨૦૨૧ સુધીમાં કુલ રૂપિયા ૪૩૮ કરોડ રિફંડ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખીય છે કે,પીએસીએલ પર પ્રથમ કોલ ૧૯૯૭માં સેબી દ્વારા રજિસ્ટર કરવામાં આવ્યો હતો. કંપનીની કામગીરીને શંકાસ્પદ ગણીને સેબીએ આ કેસ નોંધ્યો હતો. વર્ષ ૨૦૦૩માં સેબીએ રાજસ્થાન હાઈકોર્ટમાંથી કંપની સામેનો કેસ જીત્યો હતો, પરંતુ ૨૦૧૩માં સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો અને સેબીને આ મામલાની ફરીથી તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. સેબીને તેની તપાસમાં જોણવા મળ્યું છે કે,પીએસીએલએ ૫ કરોડ ૬૦ લાખથી વધુ લોકોના નાણાંની ઉચાપત કરી છે.