ભારત સરકારના ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ઁસ્ જીટ્ઠિદ્ઘ-સામાજિક ઉત્થાન રોજગાર આધારિત જનકલ્યાણ અંતર્ગત આગામી તા.૧૩ માર્ચ, ૨૦૨૪ બુધવારના રોજ બપોરે ૩ વાગ્યે કાર્યક્રમ યોજાશે. સમગ્ર ભારતના ૫૧૦ જેટલા જિલ્લાઓમાં યોજાનાર આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી વર્ચ્યુઅલી જોડાઇ લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.આ કાર્યક્રમમાં મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ જોડાઇને પ્રધાનમંત્રીનું સંબોધન નિહાળી શકશે. વધુમાં વધુ નાગરિકોને આ કાર્યક્રમમાં જોડાવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.