(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૬
કેન્દ્ર સરકારે પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે હોશિયાર વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અડચણ ન હોવી જાઈએ. કેન્દ્રીય મંત્રી અશ્વની વૈષ્ણવે કહ્યું કે પીએમ વિદ્યાલક્ષ્મી યોજનાનો લાભ એજ્યુકેશન લોનમાં મળશે. તેમણે કહ્યું કે જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે બેંકો પાસેથી વ્યાજબી દરે ૧૦ લાખ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન લઈ શકાય છે. વૈષ્ણવે જણાવ્યું હતું કે, હોશિયાર બાળકો અભ્યાસ માટે બેંકો અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી લોન લઈ શકશે. આ યોજનાની અસરથી પૈસાના અભાવે બાળકોના ઉચ્ચ શિક્ષણમાં કોઈ અડચણ નહીં આવે.શિક્ષણ લોન ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ સંસ્થામાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ સંબંધિત ટ્યુશન ફી અને અન્ય ખર્ચાઓને આવરી લેશે. વૈષ્ણવે કહ્યું કે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી કોલેટરલ ફ્રી, ગેરેન્ટર ફ્રી લોન લઈ શકાય છે.
વૈષ્ણવે જણાવ્યું કે આવા પરિવારો જેમની વાર્ષિક કૌટુંબિક આવક રૂ. ૮ લાખ છે. આ પરિવારોના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ ૧૦ લાખ રૂપિયા સુધીની લોન પર ૩% વ્યાજ સબસિડી ઉપલબ્ધ થશે. ભારત સરકાર રૂ. ૭.૫ લાખ સુધીની લોન પર ૭૫% ક્રેડિટ ગેરંટી આપશે. તેમણે કહ્યું કે મિશન મોડ મિકેનિઝમ શિક્ષણના વિસ્તરણને સરળ બનાવશે.
હોશિયાર બાળકોના શિક્ષણ ઉપરાંત કેબિનેટે અન્ય ઘણા મહત્વના નિર્ણયો લીધા છે. વૈષ્ણવે કહ્યું કે એફસીઆઈ અનાજની પ્રાપ્તમાં મોટી ભૂમિકા ભજવે છે. આજે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડયાને મજબૂત કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. કેબિનેટે એફસીઆઇને રૂ. ૧૦,૭૦૦ કરોડની નવી ઇક્વટી મૂડી પ્રદાન કરવાનો નિર્ણય લીધો છે.